જીણાભાઈ આહીર અને નીતાબા સીસોદીયા આગવી ઢબમાં પોતાની કૃતિઓ કરશે રજૂમોરબી: જેતપર ખાતે 'ખેડૂત આંદોલન' ચાલી રહ્યું છે. જેમાં આવતીકાલે તારીખ 24-06-2026 ને બુધવારના રોજ સાંજે 4:00 વાગ્યે એક વિશેષ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ખેડૂતોના દુઃખ, સંઘર્ષ અને વાસ્તવિકતાને શબ્દોમાં ઉતારી ખેડૂતની વેદનાને અવાજ આપનાર અને 'ખેડૂતની વેદના' ના લેખક જીણાભાઈ આહીર ખાસ ઉપસ્થિત રહેશે. તેમની સાથે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના વતની અને ક્ષત્રિય સમાજના ગૌરવ એવા નીતાબા સીસોદીયા પણ જોડાશે.જીણાભાઈ આહીર ખેડૂતની વ્યથાને શબ્દ આપનાર સર્જક છે, જ્યારે નીતાબા સીસોદીયા પોતાના સ્વરમાં કાવ્યાત્મક અને ભાવનાત્મક રજૂઆત દ્વારા એ જ ખેડૂતોની વેદનાને જન-જન અને લોકોના દિલ સુધી પહોંચાડશે. આ કાર્યક્રમમાં જીણાભાઈ આહીર અને નીતાબા સીસોદીયાના વિચારો, અનુભવ અને ખેડૂત હિતના સંદેશનો લાભ લેવા માટે તમામ ખેડૂત ભાઈઓ, બહેનો અને ગ્રામજનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. #MorbiUpdate #Jetpar #KhedutUpvasChhavani #KhedutEkta #GujaratFarmers #JinabhaiAhir #NeetabaSisodiya #FarmersVoice #MorbiNews