16મા નાણાપંચ યોજના હેઠળ વર્ષ 2026-27 ની ગ્રાન્ટના આયોજન અંગે થશે ચર્ચામોરબી અપડેટ : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી ખાસ બેઠક તારીખ 10/09/2026 ને ગુરુવારના રોજ બોલાવવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલા રૂમ નં. 19 (સભાખંડ) માં બપોરે 12:00 કલાકે આ મહત્વની બેઠક મળશે.જિલ્લા વિકાસ અધિકારી (DDO) વિદ્યાસાગર (IAS) અને જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન રમેશભાઈ દુબરીયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં જિલ્લાના વિકાસના કામોને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે.બેઠકના એજન્ડામાં (કાર્યસૂચિ) સમાવિષ્ટ મુખ્ય મુદ્દાઓ* સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવશે.* સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને પણ બહાલી આપવામાં આવશે.* 16મા નાણાપંચ યોજના હેઠળ વર્ષ 2026-27 ની જિલ્લા કક્ષાની ગ્રાન્ટના આયોજન બાબતે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરાશે.* આ ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવે તેવા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.આ સામાન્ય સભાની ખાસ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે તમામ આમંત્રિત સદસ્યો તેમજ સ્થાનિક ધારાસભ્યને જાણ કરી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #JillaPanchayat #MorbiJillaPanchayat #GeneralBoardMeeting #MorbiDevelopment #GujaratNews