મુંબઈ ખાતે યોજાનાર ગ્લોબલ એક્સ્પોમાં સિરામિક ઉદ્યોગકારોને જોડાવા આહવાન: શનાળા શિશુમંદિર ખાતે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના ફાઉન્ડર સ્વામી વિજ્ઞાનાનંદજી ઉપસ્થિત રહેશેમોરબી અપડેટ: વિશ્વની ઇકોનોમી, વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિમાં હિન્દુ સમાજનો પ્રભાવ વધુ સુદ્રઢ બને તેવા શુભ આશય સાથે આગામી તારીખ 18 થી 20 ડિસેમ્બર 2026 દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 'વર્લ્ડ હિન્દુ એક્સ્પો 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક એક્સ્પો સંદર્ભે મોરબીના સિરામિક ઉદ્યોગકારો, વેપારીઓ અને અગ્રણીઓને માર્ગદર્શન આપવા માટે તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ મોરબી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.'સંસ્કૃતિ ઔર સમૃદ્ધિ' થીમ આ એક્સ્પોનો મુખ્ય વિષય 'સંસ્કૃતિ ઔર સમૃદ્ધિ – Heritage and Prosperity' રાખવામાં આવ્યો છે. આ વૈશ્વિક મંચ પર ભારતની સંસ્કૃતિ અને વારસાને આધુનિક ઇનોવેશન, ટેક્નોલોજી, વેપાર, રોકાણ અને વૈશ્વિક તકો સાથે જોડવામાં આવશે.વિશ્વભરના ઉદ્યોગકારો, કોર્પોરેટ્સ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સરકારી સંસ્થાઓ એક મંચ પર જોડાશે. તેમજ B2B અને B2G મીટિંગ્સ, રોકાણની તકો અને ઇન્ટરનેશનલ બિઝનેસ નેટવર્કિંગ પૂરું પાડવામાં આવશે. આ આયોજન ઉદ્યોગસાહસિકતા અને વૈશ્વિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે છે.મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વૈશ્વિક તકોનું નિર્માણમોરબી વિશ્વનું અગ્રણી સિરામિક હબ હોવાથી સ્થાનિક સિરામિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ઉદ્યોગકારોને આ એક્સ્પોમાં જોડાવા વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ થકી સ્થાનિક ઉદ્યોગકારોને નવા બિઝનેસ સંપર્કો, આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને ગ્લોબલ માર્કેટ સુધી સીધો પ્રવેશ મેળવવાની ઉત્તમ તક મળશે.સ્વામી વિજ્ઞાનાનંદજી આપશે માર્ગદર્શનવર્લ્ડ હિન્દુ કોંગ્રેસના ફાઉન્ડર અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સ્વામી વિજ્ઞાનાનંદજી સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત મોરબી પધારી રહ્યા છે. તેઓ દેશની પ્રતિષ્ઠિત IIT ખડગપુરમાંથી B.Tech તેમજ પાણિનિ વ્યાકરણમાં આચાર્ય અને દર્શનશાસ્ત્રમાં વિદ્યાવારિધિ (Ph.D.) ની પદવી ધરાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અગાઉ વર્ષ 2014માં દિલ્હી, 2018માં શિકાગો અને 2023માં બેંગકોક ખાતે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના વૈશ્વિક સંમેલનો યોજાઈ ચૂક્યા છે. તેઓ મોરબી ખાતે ઉદ્યોગકારો સાથે એક્સ્પોની વિચારધારા, ઉદ્દેશ્યો અને ભાગીદારી અંગે વિસ્તૃત વાર્તાલાપ કરશે.કાર્યક્રમની વિગત: • તારીખ: 23 ઓગસ્ટ 2026 • સમય: રાત્રે 9:15 વાગ્યે • સ્થળ: શિશુમંદિર સ્કૂલ, શનાળા, મોરબી • સંયોજક: દિનેશ હરિપરા • સહ સંયોજક: હસમુખભાઈ હાલપરા, સવજીભાઈ (સનકોર), રાજેશભાઈ અરેણીયા (CA)આ વિશેષ વાર્તાલાપ અને માર્ગદર્શન કાર્યક્રમમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો, વેપારીઓ તથા રસ ધરાવતા તમામ લોકોને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WorldHinduExpo2026 #WorldHinduCongress #SwamiVigyananandji #CeramicIndustry #MorbiCeramic #HeritageAndProsperity #BusinessExpo #MumbaiExpo2026