મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આગામી તારીખ 10 માર્ચના રોજ બપોરે 4 કલાકે બોલાવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કામો અને ગત બેઠકોના ઠરાવો અંગે મહત્વની ચર્ચાઓ અને મંજૂરીઓ આપવામાં આવશે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી અને સચિવ તથા જિલ્લા વિકાસ અધિકારી એન. એસ. ગઢવી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ બેઠક 10 માર્ચ, 2026 મંગળવારના રોજ બપોરે 04:00 કલાકે જિલ્લા પંચાયત મોરબીના સભાખંડ (રૂમ નં. 19) માં યોજાશે.આ બેઠકની કાર્યસૂચિમાં વિવિધ 9 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે:સામાન્ય સભા અને જુદી-જુદી સમિતિઓની ગત બેઠકની કાર્યવાહી નોંધ અને ઠરાવોની અમલવારીને બહાલી આપવી.સદસ્યો તરફથી મળેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવી.જિલ્લા પંચાયત સ્વભંડોળ અને રેતી રોયલ્ટીના બાકી રહેલા અને રજૂ થયેલા કામોને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવી.હેતુફેરના કામોને સૈદ્ધાંતિક મંજૂરી તેમજ બહાલી આપવી.આ ઉપરાંત, અંતમાં પ્રમુખ સ્થાનેથી રજૂ થતા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ખાસ સભામાં પંચાયતના સદસ્યોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiJillaPanchayat #LocalNews #GujaratNews #MorbiNews