મોરબી: મોરબીમાં ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ 31-10-2022 ને સોમવારે રાત્રે સરદાર નગર સોસાયટી- 1/2, કન્યા છાત્રાલય મેઈન રોડ, રાધે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં, મોરબી ખાતે સામાજિક નાટક તેમજ પેટ પકડીને હસાવતું કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર નગર સોસાયટી દ્વારા આયોજિત સામાજિક નાટક શેણી વિજાણંદ યાને કે બાળપણની પ્રીત તેમજ કોમિક કડવી ડોશીનો ઘર સંસાર બાલાજી સાઉન્ડના સથવારે રજૂ થશે. અભિલાષા ગૌસેવા યુવક મંડળ ટ્રસ્ટ બગથળા ગૌશાળાના લાભાર્થે આયોજિત આ પ્રોગ્રામ નિહાળવા આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.