મોરબી તાલુકા પોલીસની ટીમે ચોરાઉ બાઈક સાથે દબોચી લીધો મોરબી : મોરબી તાલુકા પોલીસની ટીમે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાસે રામકો વિલેજ પાસેથી ચોરી કરી મેળવેલ એક મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી લીધો હતો. મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડાને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના ધુંટુ ગામ પાસે રામકો વિલેજ પાસેથી એક ઇસમને એક હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. GJ-24-AK-5616 વાળુ ચોરી કરી મેળવી વેચવા, સગેવગે કરવા જવાની પેરવી કરી મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાસે રામકો વિલેજ પાસેથી નીકળનાર છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર મળેલ હકીકત આધારે આ હકીકતવાળી જગ્યાએ વોચ તપાસમાં હતા. તે દરમ્યાન હકીકતવાળુ મોટર સાયકલ લઇ નીકળતા ઇસમની સઘન પુછપરછ કરતા આ ઇસમે મોટર સાયકલ ચોરી કરી છળકપટથી મેળવેલ હોય મો.સા. નં. GJ-24-AK-5616 કિં.રૂ.૨૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી જનકભાઇ હસમુખભાઇ પરમાર (ઉ.વ.૨૮, રહે. ઘુંટુ, તા.જી.મોરબી, મુળ રહે. કંકાવટી, તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર) ને ઝડપી લીધો હતો. આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ. નગીનદાસ નિમાવત તથા સુરેશભાઇ હુંબલ તથા હરેશભાઇ આગલ તથા યોગીરાજસિંહ જાડેજા તથા જયેશભાઇ ચાવડા તથા પો.કોન્સ. ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા રવિરાજસિંહ ઝાલાએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..