મોરબી : મોરબીમાં વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. આજે સાંજના અરસામાં જુના ઘુંટુ રોડ ઉપર એક છોટા હાથી વ્હીકલમાં ઓચિંતી આગ લાગી હતી. આ મામલે જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.https://youtube.com/shorts/A5BxVARoA8k?feature=share