મોરબી : મોરબીમાં વિશ્વકર્મા સોસાયટી નીલકંઠ સ્કૂલ સામે રવાપર રોડ મોરબીમાં વિશ્વેશ્વર મહાદેવના મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂરા થયા છે. આ નિમિતે શિવરાત્રિ અને તા.26-2-2025ને બુધવારેનાં શુભ દિવસે સોસાયટીનાં તમામ સભ્યો સાથે મળી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે.સિલ્વર જ્યુબીલી માટે મહાદેવનો ભવ્ય પાટોત્સવ ઉજવવાનો છે. જેમાં સવારે 8થી સાંજે 5 સુધી હવન ચાલશે. અને બને ટાઈમ તમામ સભ્યોને સહ પરિવાર ભોજનનું આયોજન કરેલ છે. આં પ્રસંગે બગથળા નકલંક મંદિરનાં મહંત શ્રી દામજી ભગત આશીર્વાદ આપવા માટે પધારશે. આ પાટોત્સવ મહાદેવનાં મંદિર ની સામે મંડપ ઊભો કરીને ભવ્યાતિત ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરેલ છે. તેમ વિશ્વકર્મા સોસાયટીનાં પ્રમુખ એ.કે. ઠોરીયાની યાદી જણાવે છે.