મોરબી : નારણકા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા પૈજા પ્રાણભાઈ બાબુભાઇ (ખાખરાળા) એ સ્વૈચ્છિક નિવૃત્તિ ગઈકાલે તા. 31 ઓગષ્ટ 2020નાં રોજ લીધી હતી. તેઓ નિવૃત થતા હોય તેમનો વિદાય સન્માન સમારોહ કોરોના મહામારી વચ્ચે એકદમ સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવેલ હતો. ઉલ્લેખનીય છે કે તેઓનું જીવન ગરીબોની સેવા અને ભજન ભાવથી ભરેલું છે. તથા તેમણે એક કલાકાર તરીકે ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.