મોરબી : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મોરબી જિલ્લા સહિત ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે તારીખ 25 એપ્રિલ ને શુક્રવારના રોજ રાત્રે 9-30 કલાકે મોરબીના લાલપર ગામે મૌન રેલીનું આયોજન કરાયું છે. આતંકી હુમલાના વિરોધમાં લાલપર ગ્રામજનો દ્વારા મૌન રેલી યોજાશે. જેમાં સમગ્ર ગ્રામજનોને ઉપસ્થિત રહેવા વિનંતી કરાઈ છે.