મોરબી : મોરબીના ઘુંટુ ગામના તળાવ પાછળ આવેલ ન્યૂ લેક્સ પેપરમીલ કોલોની પાસે એક બીમાર હાલતમાં આખલો હોય આ અંગેની જાણકારી યદુનંદન ગૌશાળાને થઈ હતી. જેથી સેવાભાવી પરેશભાઈ પાડલીયા, કલ્પેશભાઈ ચારોલા, શૈલેષભાઈ તથા કોલોનીમાં રહેતા મજૂરોની મદદથી આ આખલાને યદુનંદન ગૌશાળામાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. જ્યાં આ બીમાર આખલાની સારવાર કરવામાં આવશે.