મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા ત્યાં જોબ કરતા 360 જેટલા સ્ટાફ માટે ક્લબ 36 સિનેમામાં 3 સ્ક્રીન બુક કરાવીને વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા જણાવે છે કે નવયુગનો સ્ટાફ એ માત્ર સ્ટાફ નથી મારો પરિવાર છે નવયુગ હંમેશા પરિવારની જેમ જ રહે છે દરેક સારા નરસા પ્રસંગમાં સાથે જ હોય છે દરેક રાષ્ટ્રહિત માટેના કાર્ય કરતું રહે છે પછી આજના ધ સાબરમતી રિપોર્ટ મુવીના સ્પેશિયલ શોનું આયોજન હોય કે કાશ્મીર ફાઈલ હોય કે કેરેલા સ્ટોરી હોય કે પછી યુવાનો માટે પ્રેરણાદાયક થ્રી ઇડિયટ હોઈ કે બાળકો માટે નું તારે જમી પે હોઈ દરેક જોવાલાયક ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કરવામાં નવયુગ હંમેશા પ્રથમ જ હોય છે. આજના આ મુવી શોમાં નવયુગના તમામ સ્ટાફ પ્રિન્સિપાલથી લઈ પ્યુન અને રસોયા, સિક્યુરિટી, ડ્રાંઇવર ભાઈઓ વગેરે તમામ સ્ટાફ સહર્ષ જોડાયા હતા.