વીજ તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ મોરબી : તાલુકાના બેલા (રંગપર) ગામે વીજળીના ખુલ્લા ટીસીમાં ભેંસને કરંટ લાગતા ભેંસને બચાવવા જતા માલધારી પણ વીજળીના કરંટની ઝપટે ચડી જતા ગંભીર હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભેંસનું મોત નીપજ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બેલા (રંગપર) ગામે રહેતા રબારી મેરુભાઈ રાણાભાઈ કરોતરા ઉં.વ. 50ની ભેંસ વીજળીના થાંભલે રહેલા ખુલ્લા ટીસીને સ્પર્શી જતા ભેંસ તરફડીયા મારવા લાગી હતી. આ જોઈ રબારી મેરુભાઈએ ભેંસને કરંટમાંથી છોડાવવાનો પ્રયાસ કરતા વીજળીના કરંટે એમને પણ ઝપટે લેતા એમનું માથું અને હાથ થાંભલા સાથે અફળાવવા લાગ્યું હતું. સદભાગ્યે થોડી ક્ષણો બાદ મેરુભાઈ દૂર ફંગોળાઈને કરંટથી છૂટી ગયા હતા. પરંતુ તેઓ ભેંસને બચાવી શક્યા ન હતા. જોકે ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. અને પીજીવીસીએલમાં બનાવની જાણ કરી હતી. ઇલેક્ટ્રિક સીટી બોર્ડના કર્મચારીઓ બનાવના ચાર કલાક બાદ ઘટના સ્થળે પહોંચતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર આ ગામમાં 4 થી 5 આવા ખુલ્લા ટીસી જોખમી બની રહ્યા છે. અગાઉ પણ આ પ્રકારે કરંટ લાગવાના ત્રણેક બનાવો બન્યા છે. જો કે એ સમયે જાન-માલનું કોઈ નુકશાન થયું ન હોવાથી પીજીવીસીએલએ આ જોખમી ટીસીને હળવાશથી લીધા હતા. રહેણાંક વિસ્તારમાં ખુલ્લા ટીસી ફરતે નિયમો અનુસાર કોઈ ગ્રીલ ફિટ કરવામાં આવી ન હોવાથી બાળકો અને પશુઓ માથે કાયમ મોતનો ખતરો મંડરાઇ રહ્યો હોવા છતાં તંત્ર આ દિશામાં યોગ્ય પગલાં ભરતું ન હોવાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજના બનાવમાં ભોગ બનનારના પરિજનો પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne