વાંકાનેર : વાંકાનેરમાં રહેતી 7 વર્ષની બાળકી વેણુ ધવલભાઈ કરથીયાએ પોતાની બચતમાંથી રૂ. 8,100/- અયોધ્યા રામમંદિર નિર્માણ કાર્ય માટે આપી રામભક્તિનો પરિચય આપ્યો છે. વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં વિદ્યાભારતી શાળાના શિક્ષિકા તથા તે જ સોસાયટીમાં રહેતી મહિલાઓ દ્વારા અયોધ્યાના રામમંદિર માટે ધનરાશિ એકત્ર કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીમાં રહેતી 7 વર્ષની વેણુ ધવલભાઈ કરથીયાએ પોતાની બચતબેન્ક (પીગી બેન્ક)ની રકમ રૂ. 8,100/- મંદિર નિર્માણ માટે આપ્યા હતા. આમ, વેણુએ દાન કરી ભગવાન શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ દર્શાવ્યો હતો.