મોરબી: ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત 'નારી શક્તિ' કાર્યક્રમ દરમિયાન 'આપ'ના મહિલા આગેવાનો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા.ખેસ ધારણ કરનાર મહિલા આગેવાનોઆમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસનો હાથ પકડનારા મુખ્ય નામોમાં મહિલા પાંખના જિલ્લા ઉપપ્રમુખ વર્ષાબેન લીંબડ, મોરબી જિલ્લા મહિલા - 'આપ'ના જિલ્લા ઉપપ્રમુખ હરપ્રીતકૌર ઓલક તેમજ તેમની સાથે અન્ય 9 મહિલા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હતા.કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કલ્પનાબેન જોષી અને શોભનાબેન ભાવસારની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની, મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ યુવા કોંગ્રેસ પ્રમુખ વશીમભાઇ મંસુરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, મહિલા શક્તિના જોડાણથી આગામી સમયમાં સંગઠન વધુ મજબૂત બનશે. તેમ કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.