પાંચમા તબક્કાના સેવસેતુના કાર્યક્રમનો પ્રારંભ મોરબી : રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અમલી કરવામાં આવ્યો છે. નિર્ણાયક અને પારદર્શી ગુજરાત સરકારે પ્રજાલક્ષી કાર્યોને પ્રાધાન્ય આપી અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમ અમલી બનાવ્યા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને તેમના સ્થાનિક સ્તરે કાર્યો માટે નિરાકરણ લાવવાના ઉદ્દેશ્ય સાથે સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. સેવાસેતુ કાર્યક્રમના પાંચમા તબક્કાના કાર્યક્રમ રાજયભરમાં ચાલી રહ્યો છે. સેવાસેતુના પાંચમા તબક્કાના કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ૨૨મી નવેમ્બરે મોરબી તાલુકાનાં ઊચી માંડલ પ્રાથમીક શાળા ખાતે ઘુટું, પીપળી, શનાળા (ત.), ઊચી માંડલ, નીચી માંડલ, રંગપર, ખરેડા ગામોનો તેમજ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર પ્રાથમીક શાળા ખાતે ચંદ્રપુર, કેરાળા, લાલપર, લીંબાડા, ગારીયા, રસીકગઢ, પાજ, જોધપર, રાજાવડલા ગામોનો જ્યારે ૨૩મી નવેમ્બરે મોરબી તાલુકાના સાપર પ્રાથમીક શાળા ખાતે સાપર, ચકમપર. જિવાપર(ચ), ઝીકીયારી, જેતપર, રાપર, અણીયારી, કેશવનગર, જસમતગઢ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે જ્યારે હળવદ નગરપાલીકા વિસ્તારના એક થી સાત વોર્ડનો રાજોધરજી હાઈસ્કુલ હળવદ ખાતે યોજાશે, તો આ સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓ હાજર રહી લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.