મોરબી : સ્વર્ગસ્થ સાગર ચંદુભાઈ વાંસજાળિયાને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે છેલ્લા 10 દિવસથી મોરબીમાં શ્વાનને લાડવા ખવડાવવામાં આવી રહ્યા છે. સેવાભાવી વડીલો દ્વારા છેલ્લા 10 દિવસથી લાડવા બનાવીને શેરી-ગલીઓમાં આસપાસના ગામમાં શ્વાનને આ લાડવા ખવડાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ સેવાભાવી વડીલોનો ચંદુભાઈ વાંસજાળિયાએ આભાર વ્યક્ત કર્યો છે.