બંને ટાઈમ ભોજન પ્રસાદ, ચા-પાણી, નાસ્તો, રહેવા-ન્હાવાની સુવિધા ઉપરાંત મેડિકલ તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે મોરબી :વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનુ આયોજન કરવામા આવે છે, ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા તા.૨૦-૯-૨૦૨૨ થી તા.૨૫-૯-૨૦૨૨ દરમિયાન ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવાની સુવિધા, મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. પદયાત્રામા જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ગીરીશભાઈ ઘેલાણી - ૯૮૨૫૦૮૨૪૬૮, હીતેશભાઈ જાની - મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ - મો.૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા યાદીમા જણાવાયુ છે. આ ઉપરાંત કેમ્પમા શાકભાજી, ઘોરવું, દૂધ, છાશ, મંડપ લાઈટ તથા પરચુરણ ખર્ચ માટે રોકડ રકમ સ્વીકારવામાં આવશે. જે માટે પણ દાતાઓએ ઉપરોક્ત નંબર પર સંપર્ક કરવો.