સતત 18માં વર્ષે યોજાયેલા આ સેવાયજ્ઞમાં પદયાત્રીઓ માટે ભોજન, ચા-નાસ્તા, રોકાણ અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધમોરબી અપડેટ : કચ્છના આરાધ્ય દેવી માતાના મઢ ખાતે પદયાત્રા કરતા ભક્તોની સેવામાં મોરબી પંથક હંમેશા તત્પર રહે છે. જેના ભાગરૂપે ગુંગણ યુવા ગ્રુપ દ્વારા સતત છેલ્લા 18 વર્ષથી કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આ સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ 30/09/2026 થી લઈને પદયાત્રી ભક્તો પધારશે ત્યાં સુધી સતત શરૂ રહેશે. આ વર્ષે આ સેવા કેમ્પ માળિયા હાઇવે પર દાદાશ્રીનગરથી આગળ રામાધણી હોટેલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો છે. પદયાત્રીઓની સેવામાં કોઈ અગવડ ન પડે તે માટે કેમ્પમાં વિનામૂલ્યે જમવાનું, ચા, પાણી, નાસ્તો, રાત્રી રોકાણ તેમજ મેડિકલ સારવાર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કચ્છના પંથે જતા દરેક પદયાત્રીઓ આ સેવાનો બહોળા પ્રમાણમાં લાભ લે તેવી ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.વધુ માહિતી માટે દિગુભા જાડેજા (9714530511), દેવેન્દ્રસિંહ જાડેજા (7990218159) અને કુલદીપસિંહ જાડેજા (7984441437) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.#Morbi #GunganYuvaGroup #MataNaMadh #PadayatriSevaCamp #MaliyaHighway #MorbiUpdate #Navratri2026