માળીયા : મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પત્રયાત્રીઓ માટે માળિયા મિંયાણા ચેક પોસ્ટ પાસે 5 દિવસના ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ લાખો શ્રદ્ધાળુઓ આશાપુરા માતાજીના દર્શન માટે જતા હોય છે. ત્યારે અનેક સંગઠનો અને લોકો દ્વારા 24 કલાકનાસેવા કેમ્પ યોજી ખડેપગે રહી સેવાકીય પ્રવૃતિઓ આપવામાં આવી રહી છે. જેમાં મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા માતાના મઢ આશાપુરા જતા પત્રયાત્રીઓને જમવાથી લઈને ઠંડા પીણા, આઈસ્ક્રીમ તથા જરૂરી દવાઓ વગેરે ચીજવસ્તુઓની સેવા આપવામાં આવે છે. આ કેમ્પમાં દરરોજ આશરે બપોરના સમયે અને સાંજે 400 થી વધુ લોકો પ્રસાદનો લાભ લે છે. જેમાં નાના બાળકો અને મોટા લોકો સેવા આપી રહ્યા છે. મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા પણ શિવસેવક ગ્રુપના સેવાકેમ્પમાં સહયોગ અને સેવા આપવામાં આવી હતી. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274