આજે વાહન ચાલકે મહિલાને સ્કૂટર સાથે ફંગોળ્યા, ડિવાઇડર ન હોવાથી સામસામે વાહનો આવી જતા અકસ્માતનું જોખમ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર રેવા ટાઉનશીપ સામે ડિવાઇડર તોડી નખાતા અકસ્માતો હારમાળા સર્જાઈ રહી છે. જેમાં આજે એક વાહન ચાલકે મહિલાને સ્કૂટર સાથે ફંગોળ્યા હોવાની ઘટના સામે આવી હતી. જો કે અહીં ડિવાઇડર ન હોવાથી સામસામે વાહનો આવી જતા અકસ્માતનું જોખમ ટાળવું મુશ્કેલ બન્યું છે. મોરબીના શનાળા રોડ ઉપર રેવા ટાઉનશીપ સામે આવેલા ખાંચામાં વચ્ચે અગાઉ ડિવાઇડર હતું. પરંતુ અગાઉ કોઈ કારણોસર આ ડિવાઇડર તોડી નાંખવામાં આવ્યું હતું. જેના કારણે આ ડબલપટ્ટીના માર્ગ ઉપર વાહનનો અવરજવરમાં ઘર્ષણ થાય છે અને અકસ્માતના બનાવો બને છે. આ રોડ ઉપર સામસામે વાહનો આવી જતા હોવાથી અનેક વખત નાના મોટા અકસ્માતની ઘટના બને છે. આજે પણ એક અકસ્માતની ઘટના બની હતી.જેમાં એક વાહન ચાલકે સ્કૂટર સવાર મહિલાને હડફેટે લેતા તેમને ઇજા પહોંચી હતી. ડિવાઇડર ન હોવાથી વાહનનો અવરજવરનું યોગ્ય નિયમન ન જળવાતું હોવાથી આવી ઘટનાઓ બનતી હોય વહેલી તકે અકસ્માતની ઘટના નિવારવા માટે સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..