ઇન્ડિયન મેડીકલ એસોશિએશન, મોરબી ગાયનેકોલોજિસ્ટ એસોસીએસન તથા પી.જી.પટેલ કોલેજનાં સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની વિશેષ ઉજવણી મોરબી : આજરોજ તા 08 માર્ચ મહિલા દિવસ નિમિતે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગાયનેકોલોજિસ્ટ એસો.અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સયુંકત ઉપક્રમે ખાસ સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનાર માં ઉપરોક્ત સંસ્થાના પ્રતિનિધિ તરીકે મોરબીના અગ્રણી મહિલા તબીબ ડો. ભાવનાબેન જાની (MD GYNEC) (અનુજ હોસ્પિટલ) , ડો. હિના મોરી (MS, GYNEC) (માસુમ હોસ્પિટલ) તેમજ ડો. રૂચી પંડ્યા (MBBS, DCP, PATHOLOGIST) (સંજીવની પેથોલોજી લેબોરેટરી) ઉપસ્થિત રહ્યા હતા. ડો.ભાવનાબેન જાનીએ “IMPORTANCE OF EDUCATION”, ડો. હિના મોરીએ “FINANCIAL INDEPENDENCE OF WOMEN” તેમજ ડો.રૂચી પંડ્યાએ EQUALITY OF WOMEN” જેવા સાંપ્રત મુદા પર ખુબ જ રસપ્રદ વક્તવ્ય રજુ કાર્ય હતા. ઉપરાંત કોલેજની વિધાર્થીનીઓએ પણ મહિલા દિન નિમિતે પ્રેરણાત્મક વકતવ્યો રજુ કર્યા હતા. કોલેજ ના મહિલા પ્રોફેસર જેસ્મીન અંદાણી, ઈશા વ્યાસ, અને જ્યોતિ કેલા એ ઉપરોક્ત કાર્યક્રમ ને સફળ બનવવા માટે જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્થા ના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફગણે તમામ વિધાર્થીનીઓને મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.