જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા આયોજન મોરબી : મોરબીમાં આવેલ જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય પોષણ સપ્તાહ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહને પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. જેના દ્વારા શારીરિક તંદુરસ્તી માટે પોષણક્ષમ આહાર અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા આ સપ્તાહ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ડો. ભક્તિ પટેલ (ડાયટિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ) દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પોષણક્ષમ આહારનું મહત્વ તેમજ શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડતી મહત્વની કડી વિશે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક સમતોલ આહાર ધરાવતા ભોજનમાં કઈ કઈ વાનગીઓ ઉમેરી શકાય એ વિશે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..