શિક્ષણવિદ તજજ્ઞોએ બોર્ડની પરીક્ષા કેવી રીતે તૈયારી કરવી અને આત્મવિશ્વાસ કેળવીને પરીક્ષા આપવા અંગે વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું મોરબી : મોરબીના તપોવન વિદ્યાલયમાં ધો.10, 12ના બોર્ડના પરિક્ષાર્થીઓ માટે સેમિનાર યોજાયો હતો.જેમાં શિક્ષણવિદ તજજ્ઞોએ બોર્ડની પરીક્ષા કેવી રીતે તૈયારી કરવી અને આત્મવિશ્વાસ કેળવીને પરીક્ષા આપવા અંગે વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. મોરબીના તપોવન વિદ્યાલય એન્ડ કોમર્સ સ્કૂલ દ્વારા ધો.10, 12 બોર્ડના પરિક્ષાર્થીઓના મુંઝવતા પ્રશ્નો દૂર કરવા માટે તાજેતરમાં પરીક્ષાલક્ષી તેમજ વ્યક્તિવ વિકાસ અને કેળવણી વિષય અંગે મહત્વના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા અને ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય ફી નિયમન કમિટીના સભ્ય જતીનભાઈ ભરાડએ ઉપસ્થિત રહી આ બન્ને શિક્ષણવિદોએ વિધાર્થીઓને હળવી શૈલીમાં જીવન હકારાત્મક રીતે જીવી પરીક્ષા સહિતના જીવનમાં આવતા પડકારોનો આત્મવિશ્વાસથી સામનો કરવો, ખોટી ચિંતા વગર ચોક્કસ દિશામાં અથાક મહેનતથી કાર્ય કરવું તેમજ ગોખણપટ્ટીયુ જ્ઞાન નહિ પણ સમજણથી શિક્ષણ કાર્યને ગમતું કરવું અને ફળની આશા વગર હમેશા કર્મ કરી જીવનના ક્યારેય મન ઉપર હતાશાને હાવી થવા ન દેવા અંગે વિસ્તુત માર્ગદર્શન આપ્યું હતું.જે બદલ આ બન્ને શિક્ષણવિદોનો સંસ્થાના સંચાલક અશોક રંગપરિયા અને પ્રિન્સિપાલ નરેશ સાણજા તેમજ શિક્ષકોએ આભાર માન્યો હતો.