મોરબી : રવિવારના રોજ મોરબી ટાઉનહોલમાં જિલ્લાના પોલીસકર્મીઓ માટે માનસિક તણાવથી મુક્ત રહેવા અંગે માર્ગદર્શન આપતો એક સેમિનાર યોજાયો હતો. બહોળી સંખ્યામાં પોલીસકર્મીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. મોરબી જિલ્લા પોલીસ અધિકારી તથા કર્મચારીઓની સતત કામગીરીને લઈને અનુભવાતી સ્વાસ્થ્ય તેમજ તણાવ અંગેની સ્થિતિને ધ્યાને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી શહેર સ્થિત ટાઉનહોલ ખાતે આયોજિત આ સેમિનારમાં મોરબીના ડૉ. ભાવેશ થોરિયાએ કામ દરમ્યાન તણાવ નિષ્પન્ન ન થાય એ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જો કોઈ કારણસર તણાવ ઉભો થાય તો તે કઈ રીતે દૂર કરી શકાય એ માટે માર્ગદર્શન સૂચનો અને ઉપાયો જણાવ્યા હતા. તદુપરાંત કાર્ય દરમ્યાન કામનું યોગ્ય વિભાજન કરી તેમજ યોગ્ય આહાર લઈને સ્વાસ્થ્ય પર પડતી પ્રતિકૂળ અસરોને નિવારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગદર્શન મેળવી તમામે ડૉ. ભાવેશ થોરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne