મોરબી : આગામી તારીખ 5 ઓગસ્ટ ને શનિવારના રોજ મોરબીમાં શારીરિક-માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની સાર સંભાળ અને વિકાસ વિશે વાલીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. વિનોદભાઈ સી. મણિયારના સ્મરણાર્થે રોટરી ક્લબ ઓફ મોરબી અને લાયોનેસ ક્લબ ઓફ મોરબીના સહયોગથી ગીતાબેન પ્રકાશભાઈ દોશી આયોજિત આ સેમિનાર તારીખ 5 ઓગસ્ટ ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શનાળા રોડ પર આવેલા સંસ્કાર ઈમેજિંગ સેન્ટર ખાતે યોજાશે. જેમાં શારીરિક-માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની સાર સંભાળ અને વિકાસ વિશે તજજ્ઞો દ્વારા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં મોરબીના જાણીતા ડોક્ટર ડો. હેમા પટેલ (gynecologist), ડો. અમિત ઘુલે (pediatrician), ડો. નીતિન અગ્રવાલ (physiotherapist) દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સેમિનારમાં હાજર રહેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે ગીતા દોશી- 9824095777, નીલા છનીયારા- 9428280599, સ્વાતિ પોરિયા- 9824106461 નો સંપર્ક કરવા જણાવાયું છે.