ટંકારા તાલુકાના ત્રણ અધિકારી અને પદાધિકારીનું સન્માન થયું મોરબી : મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સુરક્ષા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના અધિક કલેક્ટર કેતન જોશી, રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી, માજી સાસંદ રામજીભાઈ માવાણી, જીલ્લા પુરવઠા અધિકારી, પુરવઠા નાયબ મામલતદાર, પીઆઈ વાઘેલા તેમજ મોરબીના ઉધોગપતિઓ હાજર રહ્યા હતા. આ તકે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની શ્રેષ્ઠ કામગીરી બદલ સભ્યો સહિત પ્રમુખ ગૌતમભાઈ વામજાને એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા હતા. તેમજ ટંકારાના કર્મનિષ્ટ નાયબ મામલતદાર એમ. જે. પટેલને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 'પોલીસ પ્રજાના મિત્ર છે' એ સુત્રને સાર્થક કરી બતાવનાર ટંકારા તાલુકામાં પોલીસ હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવનાર સુરેશભાઈ ધીરજલાલ ઠોરીયાને સાલ ઓઢાડી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne