છરી સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ : ડખ્ખાનું કારણ અકબંધ મોરબી : મોરબીમાં સતત ધમધમતા એવા કેપિટલ માર્કેટમાં બે શખ્સો વચ્ચેનો ડખ્ખો અને તેમાં એક શખ્સે છરી કાઢી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં મારામારી જેવી ઘટનાઓ છાસવારે બની રહી છે. તેવામાં કેપિટલ માર્કેટમાં બે શખ્સોનો ડખ્ખો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સે છરી કાઢી બીજા શખ્સ સામે ઉગામી હોવાનું દેખાય છે. આ કોમ્પ્લેક્ષમાં ભાજપના ધારાસભ્યની ઓફિસ પણ આવેલી છે. ત્યારે અહીં કાયદાનું ઉલ્લંઘન થતા પોલીસ દ્વારા શુ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.