વાગડીયા ઝાંપા નજીક બનેલા બનાવામાં સામ-સામી ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા મિયાણા ગામે બે પરિવારો વચ્ચે એકાદ મહિના પૂર્વે થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ગઈકાલે વાગડીયા ઝાંપા નજીક બન્ને જૂથ સામસામા આવી જતા છૂટાહાથની મારામારી થતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. માળિયાના વાગડીયા ઝાંપા નજીક બનેલી આ ઘટનામાં જુના રેલવે સ્ટેશન નજીક રહેતા ફરિયાદી કાસમભાઇ હુશેનભાઇ સધવાણી આરોપી ઇકબાલભાઇ અલ્યાસભાઇ ભટ્ટી, હૈદરભાઇ કાદરભાઇ ભટી તથા સિકંદરભાઇ કાસમભાઇ ભટી વિરુદ્ધ સામાન્ય બોલાચાલીનો ખાર રાખી આરોપીઓએ ઘોકા વતી માર મારી ઇટ વડે નાકના ભાગે ઇજા કરી ઢીકાપાટુનો મુઢ માર મારવા અંગે ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે ભટ્ટીની વાંઢ ખાતે રહેતા ફરિયાદી સીકદરભાઇ કાસમભાઇ ભટ્ટીએ વાડા વિસ્તારમાં રહેતા સલમાનભાઇ હુશેનભાઇ સધવાણી, કાસમભાઇ હુશેનભાઇ સધવાણી, તાજમહમંદ કરીમભાઇ સધવાણી અને સીરજભાઇ કરીમભાઇ સધવાણી વિરુદ્ધ જુના ઝઘડાંમાં ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ માથાના ભાગે ધોકો મારી ઇટ વડે વાસાના ભાગે તેમજ સાહેદોને ઢીકાપાટુનો મુઢ માર મારી સામાન્ય ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.આ મામલે માળીયા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.