હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દેવળીયા ગામની ચોકડીથી જુના દેવળીયા ગામ તરફ જવાના રસ્તે રેઢી હાલતના પડેલ જીજે - 27 - ડીવાય - 2832 નંબરના સ્કૂટી મોટર સાયકલને ચેક કરતા સ્કૂટીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 11 તેમજ બિયરના આઠ ટીન મળી આવતા પોલીસે 4933નો દારૂ બિયર તેમજ 20 હજારનું સ્કૂટી કબ્જે કરી અજાણ્યા સ્કૂટી ચાલક વિરુદ્ધ રજિસ્ટ્રેશન નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.