મોરબી : GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મોરબી અને શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ મોરબી તથા વેદાંત ગ્લોબલ સ્કૂલ મોરબી દ્વારા તારીખ 22 નવેમ્બર ને શનિવારના રોજ નાની વાવડીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે SVS કક્ષાનું વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાશે.નાની વાવડીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે આયોજિત આ વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોના હસ્તે બનાવેલા વિવિધ મોડેલ્સ નિહાળવા મળશે. જેમાં 22 નવેમ્બર ને શનિવારે સવારે 8 કલાકે પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં વશે. સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી પ્રદર્શન નિદર્શન કરી શકાશે અને ત્યારબાદ સમાપન થશે. આ પ્રદર્શન નિહાળવા મોરબી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સંજય મહેતા, વેદાંત ગ્લોબલ સ્કૂલના સંચાલક હર્ષદભાઈ ગામી, શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલના કન્વીનર અતુલભાઈ પાડલીયા અને સહ કન્વીનર રાજેશભાઈ ચનીયારા દ્વારા સૌને નિમંત્રણ પાઠવાયું છે.