મોરબી : વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત શક્ત શનાળાના સરસ્વતી શિશુમંદિર ખાતે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે માટે સરસ્વતી શિશુમંદિરમાં વિવિધ પ્રવૃત્તિઓ તેમજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી ધર્મને કેન્દ્રમાં રાખી વિજ્ઞાનના સહારે જ્ઞાન મેળવી કૌશલ્યવાન બને અને હકારાત્મક અભિગમ કેળવે તેવા ઉદ્દેશ સાથે સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાનદિને વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરી ને બુધવારના રોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન સરસ્વતી શિશુમંદિરમાં વિજ્ઞાન મેળો યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 80 પ્રકારના પ્રયોગો રજુ કરવામાં આવશે. આ વિજ્ઞાન મેળાની મુલાકાત લેવા સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, વ્યવસ્થાપક દિપકભાઈ વડાલિયા, નિયામક સુનિલભાઈ પરમાર અને પ્રધાનાચાર્ય તુષારભાઈ પલસાણિયા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.