માળિયા : માળિયા તાલુકાના મોટી બરાર ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-૯ના કુલ ૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ કૃતિમાં ચાવડા બંશી અને બાલાસરા હર્ષિતા એ આયુર્વેદિક લિકવિડ મચ્છર ભગાવવા માટેની કૃતિ રજૂ કરી હતી તથા દ્વિતીય કૃતિમાં ડાંગર ભક્તિ અને ડાંગર દિયાએ સ્માર્ટ ઘરની કૃતિ રજૂ કરી હતી તથા તૃતિય કૃતિ કાનગડ તેજસ્વી અને ડાંગર ધરતીએ રોગ ભગાવો અને નિરોગી રહોની કૃતિ રજુ કરી હતી. ચતૃથ કૃતિ બોરીચા દર્શના અને ડાંગર કાજોલ એ પ્લાસ્ટોસકોપ કૃતિ રજુ કરી હતી. આ કૃતિના નિર્ણાયક તરીકે શાળાના આચાર્ય બી.એન. વીડજા (વર્ગ-૨) અને બધા શિક્ષકોએ ભૂમિકા નિભાવી હતી શાળાના દરેક વિદ્યાર્થીઓ એ કૃતિને નિહાળી હતી. આ તકે આચાર્ય બી.એન. વીડજા એ દરેક વિદ્યાર્થીને વિજ્ઞાનના અવનવા સંશોધન માટે પ્રેરાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું.