મોરબી : ગુજરાતમાં શાળાએ જતા તરુણો અને તરુણીઓ સ્કૂટી, એક્ટિવા, બાઈક જેવા દ્વિચક્રી વાહનો લઈને સ્કૂલે જાય છે ત્યારે લાઇસન્સ વગર કે હેલ્મેટ વગર વાહન ચલાવતા પકડાય તો એમના વાલીઓને જવાબદાર ઠેરવીને એમની પાસેથી દંડ વસૂલવા સહિતની કાયદાકીય કાર્યવાહી થાય છે. ત્યારે મોરબી શહેરમાં એક એવી શાળા પણ છે જ્યાં વિદ્યાર્થીઓએ સાયકલ સિવાય કોઈ પણ દ્વિચક્રી વાહન લઈને સ્કૂલે જવા પર પાબંદી છે. તમને કદાચ આ વાંચીને એવું થશે કે આવું કેમ? સ્કૂલે મોટા વિદ્યાર્થીઓતો બાઇક લઈને જઈ શકે એમ હોવા છતાં આવો નિયમ શા માટે? પરંતુ સમાકાંઠા વિસ્તારની ઉમા વિદ્યા સંકુલમાં 3 વર્ષથી એક એવો નિયમ છે કે કોઈ પણ વિદ્યાર્થી શાળાએ બાઇક કે સ્કૂટર લઈને આવી ન શકે. આ નિયમ બનાવવાનો ખાસ ઉદેશ્ય ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ બાલ્ય અવસ્થામાં કે તરુણા અવસ્થામાં હોય તથા RTOના નિયમ મુજબ આ વિદ્યાર્થીઓ લાઇસન્સ વગર બાઇક ન ચલાવી શકે. સાથે સાથે બાઈકના પ્રતિબંધથી પ્રદુષણ અને એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડવાના હેતુથી શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અધારા તેમજ સંચાલક હિતેષભાઈ સોરીયાના મત મુજબ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેની ખાસ કાળજી રખાઈ રહી છે. આ સાથે વિદ્યાર્થીઓ ચાલીને કે સાઇકલ લઈને આવી શકે છે. જોકે સાઇકલ લઈને આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne