30,900 રૂપિયા રોકડા તેમજ એટીએમ, ચેકબુક સહિતના કાગળો સાથેના થેલાની ઉઠાંતરીવાંકાનેર : વાંકાનેરની પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નાણાં જમા કરાવવા આવેલ નાની બચત અને એલઆઇસી એજન્ટની નજર ચૂકવી ગઠિયો રોકડા તેમજ મહત્વના કાગળો સાથેના થેલાની ઉઠાંતરી કરી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં રસાલા રોડ ઉપર પ્રતાપશેરીમાં રહેતા જયેશભાઇ મુગટલાલ મહેતા ઉ.53 નામના નાની બચત અને એલઆઇસી એજન્ટે સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.27ના રોજ તેઓ પોસ્ટ ઓફીસ ખાતે ગ્રાહકોના પૈસા જમા કરાવવા ગયા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમની નજર ચૂકવી રોકડા રૂપિયા 30,900 તેમજ પોસ્ટની પાસબુક, એફડીના કાગળો, એટીએમ અને ચેકબુક ભરેલા થેલાની ઉઠાંતરી થઈ હતી. બનાવ અંગે સીટી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.