મોરબી : આજે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિતે મોરબીની નિર્મલ વિદ્યાલય ખાતે રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફોરેસ્ટ ઓફિસર એસ. બી. ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને પર્યાવરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું એ ઉપરાંત જંગલ જીવન વિશે પણ વાત કરી હતી. આ કાર્યક્રમના 500 જેટલાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માટે શાળાના આચાર્યો અને શિક્ષકો એ ભારે જહેમત ઉઠાવી હતી.