વિદ્યાર્થીનીઓએ અવનવા પોષણયુક્ત અને ડેકોરેટીવ સલાડ બનાવ્યા મોરબી : મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સલાડ મેકિંગ કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ અવનવા પોષણયુક્ત અને ડેકોરેટીવ સલાડ બનાવ્યા હતા. મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સલાડ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ૯૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના ફ્રુટ, શાકભાજી, કઠોળ, કંદમુળ વગેરેનો ઉપયોગ કરીને અવનવા પોષણયુક્ત અને ડેકોરેટીવ સલાડ બનાવ્યા હતા. આ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંક મારડિયા સુજાના, દ્વિતીય ક્રમાંક સદાતિયા ક્રિયાંશી અને તૃતીય ક્રમાંક તારપરા ભુમિએ મેળવ્યો હતો. આ કોમ્પિટિશનમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયાએ હાજર રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.