મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે નવલખી રોડ ઉપર રણછોડનગર નજીકથી જીજે - 36 - યુ - 8365ને પકડી પાડી રીક્ષા ચેક કરતા રીક્ષા ચાલક પ્રેમજી ઉર્ફે પેમો તેજાભાઈ દેગામા રહે.યમુનાનગર વાળાના કબ્જામાંથી ગ્રીન લેબલ રિચ બ્લેન્ડ વ્હિસ્કી, સિગ્નેચર રેર વ્હિસ્કી, એન્ટીકવીટી બ્લ્યુ અલ્ટ્રા પ્રીમિયમ વ્હિસ્કી, બેલેન્ટીયર ફાઈનેસ્ટ સ્કોચ, બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કી કુલ કિંમત 4540 તેમજ 80,000ની રીક્ષા મળી પોલીસે કુલ રૂપિયા 84,540ના મુદ્દામાલ કબ્જે લઈ રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.