મોરબી : મોરબી શહેરના માળીયા ફાટક નજીક કાંતિનગરમાં સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે દેશી દારૂ ભરેલી રીક્ષા રેઢી હાલતમાં ઝડપી લઈ 41,400નો મુદામાલ કબ્જે કરી રીક્ષા માલિકની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા ફાટક નજીક આવેલ કાંતિનગરમાં ઝુબેદા મસ્જિદ પાસે દેશી દારૂ ભરેલી રીક્ષા રેઢી હાલતમાં પડી હોવાની બાતમી મળતા આ રીક્ષા કબ્જે કરી 70 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1400 તેમજ 40,000ની સીએનજી રીક્ષા ગુન્હાના કામે જપ્ત કરી સી.એન.જી.રીક્ષા રજી.નં.GJ-36-U-4024ના ચાલક, માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.