મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ભુપતભાઇ દેવજીભાઈ શિપરા ઉ.36 નામના યુવાનને જીજે - 13 - એવી - 7691 નંબરની સીએનજી રિક્ષાના ચાલકે હડફેટે લઈ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા રીક્ષા ચાલક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.