એક મહિલા અને બે પુરુષોની ત્રિપુટીએ સાત શિકાર કર્યાની કબૂલાત આપીમોરબી : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના રહેવાસી વૃદ્ધના ખિસ્સામાંથી રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલ મહિલા અને એક પુરુષે રૂપિયા 50 હજાર છીનવી લેવાના બનાવમાં રાજકોટ પોલીસે ઝડપી લીધેલ એક મહિલા સહિતની ત્રિપુટીએ ટંકારાના વૃદ્ધના ખિસ્સામાંથી નાણાં સેરવી લેવા સહિત આવા જુદા-જુદા સાત બનાવને અંજામ આપ્યાનું કબૂલ કર્યું હોવાનું સામે આવ્યું છે.ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વાલજીભાઈ દેવશીભાઈ બાર ઉ.65 નામના વૃદ્ધ ગત તા.29 જુલાઈના રોજ અજાણી રીક્ષામાં મુસાફરી કરતા હતા ત્યારે ટંકારાના નાના ખીજડિયા ગામના અવેળા પાસે રીક્ષા ચાલક અને પાછળની સીટ ઉપર બેઠેલ અજાણ્યા વ્યક્તિએ વાલજીભાઈની બંડીમાંથી 50 હજાર રૂપિયા સેરવી લેતા આ મામલે ટંકારા પોલીસે ગુંન્હો નોંધાયો છે. હકીકતમાં ગઈકાલે જ આ તસ્કર ત્રિપુટીને રાજકોટ માલવીયાનગર પોલીસે પકડી પડી હોવાનું સામે આવ્યું છે જેમાં આરોપી હુસેન દાઉદ મલેક, કિશન ઉર્ફે કીશો વાંજો મગનભાઈ પામભણીયા અને હીના શરીફભાઇ ડોસાણી રહે.રાજકોટ વાળાને ગોંડલ ચોકડી નજીકથી પકડી પાડવામાં આવતા ત્રણેય આરોપીઓએ ટંકારા સહીત સાતેક કિસ્સામાં તફડંચીની કબૂલાત આપતા રાજકોટ પોલીસે રીક્ષા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.