રાજકોટના રિક્ષાચાલકની અટકાયત ટંકારા : ટંકારા પોલીસ દ્વારા દેશી દારૂ 400 લીટર (કિ.રૂ. 8000)નો મળી કુલ રૂ. 33,000ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. આજે તા. 9ના રોજ ટંકારા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બજાજ કંપનીની રીક્ષા રજી. નં. GJ-03-AZ-0107માં દેશી દારૂ જુદા જુદા બાચકાઓમાં ભરેલો મળી આવેલ હતો. પોલીસે 8 બાચકા દેશી દારૂ (લીટર 400, કિ.રૂ. 8000) મળી કુલ મુદ્દામાલ રૂ. 33,000 સાથે આરોપી દિપકભાઈ રાઘવજીભાઈ આહીયા રહે.રાજકોટ (ઉ.વ. 35)ની અટકાયત કરવામાં આવી છે. તેમજ આરોપી દીપક વિરૂધ્ધ પ્રોહિબિશન ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.