મોરબી : મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સોરિસો ચોકડી નજીક ગત તા.15ના રોજ સાંજના સમયે પગપાળા જઈ રહેલા મૂળ ઉત્તરપ્રદેશના વતની શોભનનાથ રામલખન તીવારીને અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં શોભનનાથને માથામાં ઇજાઓ પહોંચતા હેમરેજ થઈ ગયું હતું.અકસ્માતના આ બનાવ અંગે સુનિલકુમાર રામબહાદુર પાંડેએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.