ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક રોડ ક્રોસ કરી રહેલ સીએનજી રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા રીક્ષા ચાલક મામદભાઇ ખમીશાભાઇ ભુંગર ગત તા.9ના રોજ પોતાની સીએનજી રીક્ષા લઈ ટંકારા આવ્યા હતા ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે મોરબી તરફથી આવેલી હયુન્ડાઇ કંપનીની આઇ-૧૦ કાર રજીસ્ટર નંબર- GJ-36-L-7797ના ચાલકે રીક્ષા સાથે કાર ભટકાવતા તેમને જમણા હાથની કોણીના ભાગે, જમણા પગના અંગુઠાના ભાગે તથા જમણી છાતીના પાસળીના ભાગે ફેકચર થવા સાથે શરીરે છોલાણ જેવી ઇજાઓ થતા ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.