ઉદ્યોગકારો અને પ્રજાજનોને પોતાના પ્રશ્નો 12 સપ્ટેમ્બર સુધીમાં ઉમા ટાઉનશીપ ખાતેના કાર્યાલયે બે નકલમાં જમા કરાવવા અપીલમોરબી અપડેટ : મોરબી વિસ્તારમાં PGVCL ને લગતા પડતર પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સાંસદ સભ્યો, ધારાસભ્યો, PGVCL રાજકોટ અને મોરબીના મેનેજિંગ ડિરેક્ટર તથા અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નોની સમીક્ષા કરશે.સમીક્ષા બેઠક તારીખ 14-09-2026, સોમવારે સાંજે 4:00 કલાકે PGVCL કચેરી, મોરબી-2 ખાતે યોજાશે. મોરબીના ઉદ્યોગકારો કે સામાન્ય પ્રજાજનોને PGVCL ને લગતા કોઈ પણ પડતર પ્રશ્નો કે રજૂઆત હોય તો તેઓએ આગામી તારીખ 12-09-2026, શનિવારના રોજ સાંજે 6:00 કલાક સુધીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબી સ્થિત કાર્યાલય (ઉમા ટાઉનશીપ) ખાતે પહોંચતી કરવાની રહેશે.અરજદારોએ પોતાની રજૂઆત ફરજિયાતપણે બે નકલમાં જમા કરાવવાની રહેશે, જેથી સમયસર પ્રશ્નોનું સંકલન કરી સમીક્ષા બેઠકમાં યોગ્ય નિરાકરણ લાવી શકાય તેમ જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #PGVCL #KantibhaiAmrutiya #ElectricityIssues #PublicMeeting #MorbiCity