મોરબી : મોરબીમાં બાર એસોસિયેશન દ્વારા વકીલોનું સ્નેહમિલન યોજાયું હતું. મોરબી બાર એસોસિયેશન દ્વારા સંવત ૨૦૭૮ના આગમન સાથે તા. 10ના રોજ બાર રૂમ, ન્યાય મંદિર, મોરબી ખાતે નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેથી, આ સ્નેહમિલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી તેમજ ડિસ્ટ્રીક જજ ઓઝા સાહેબે તેમજ સિનિયર વકીલોએ શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ ડી. આર. અગેચણિયા અને સેક્રેટરી એમ. એચ. દવે સહિતના વકીલોએ સ્નેહ મિલનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અને વકીલીએ એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..