મોરબી : મોરબીના આમરણની સી.એલ. પરીખ હાઈસ્કૂલના વર્ષ 2002ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન 18 જાન્યુઆરી ને રવિવારના રોજ આમરણ સ્થિત મેલડી માતાજીના મંદિરે યોજાયું હતું. 24 વર્ષ બાદ વિદ્યાર્થીઓ એકબીજાને મળીને જૂની યાદો તાજી કરી હતી. સાથે જ સૌએ ઘુંટાનું ભોજન લીધું હતું. આમ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના નોકરી-ધંધામાંથી એક દિવસ કાઢીને એકઠા થયા હતા અને જૂના મિત્રોને મળીને જૂની વાતો વાગોળી આનંદિત થયા હતા.