1976-78 ની 12 સાયન્સની પ્રથમ બેચના 50થી વધુ વિદ્યાર્થીઓ પરિવાર સાથે હાજર રહી ગુરુવંદના અને સંસ્મરણો તાજા કરશે: 4 ઓક્ટોબરે નાલંદા વિદ્યાલય ખાતે આયોજનમોરબી અપડેટ: મોરબીની ધ. વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં વર્ષ 1976 થી 1978 દરમિયાન 12 સાયન્સની પ્રથમ બેચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 50 વર્ષ બાદ ગોલ્ડન જ્યુબિલી ફંક્શન સાથે એકત્ર થઈ રહ્યા છે. અડધી સદીની દોસ્તીના આ પર્વને અવિસ્મરણીય બનાવવા આગામી 4 ઓક્ટોબર 2026, રવિવારના રોજ એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં 50 થી વધુ વિદ્યાર્થીઓ પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત રહીને બચપણની યાદો તાજી કરશે. વિદ્યાર્થીકાળ દરમિયાન નવા અભ્યાસક્રમ, ટાંચા સાધનો અને લેબોરેટરીના અભાવ વચ્ચે પણ ભણીને આજે દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતાના શિખરો સર કરનારા આ વિદ્યાર્થીઓ તેમના તત્કાલીન ગુરુજનોની વિશેષ ગુરુવંદના કરશે. સાથે જ ગીત-સંગીત અને જૂના સંસ્મરણોની મોજ માણી આત્મીયતા સભર ક્ષણો વિતાવશે.આ ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમ સવારે 9:00 વાગ્યાથી સાંજ સુધી નાલંદા વિદ્યાલય, વીરપર પાસે, મહિન્દ્રા કાર શોરૂમ વાળી શેરી, મોરબી-રાજકોટ હાઈવે ખાતે યોજાશે. આ સુંદર આયોજનને આખરી ઓપ આપવા માટે ડો. ભાડેસીયાના માર્ગદર્શન હેઠળ ઇન્દુલાલ રાણપરા, યોગેશભાઈ પટેલ, દિલીપભાઈ સોલંકર સહિતની ટીમ ભારે ઉત્સાહભેર જહેમત ઉઠાવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #DVCTechnicalSchool #AlumniMeet #GoldenJubilee #SchoolFriends #MorbiEducation