૪૬ તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા : બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની કૃતિઓ રજુ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યામોરબી : ટંકારાના નેકનામ ગામે કાર્યરત ખોડીયાર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોરણિયા પરિવારનો દ્વિતીય સ્નેહમિલન સમારોહ પાટીદાર સમાજવાડી ખાતે યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમની શરૂઆત ભોરણિયા પરિવારના દિલેરી દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.એસ.એસ.સી., એચ. એસ. સી., ગ્રેજ્યુએશન, એમ.બી.બી.એસ./અને એમ.એસ.કક્ષાના કુલ ૪૬ ભોરણિયા પરિવારના જવલંત સિતારાઓને જયંતિલાલ કે.ભોરણિયા -ટીંબડી, હરીલાલ પી.ભોરણિયા-હમીરપર, મગનલાલ બી.ભોરણિયા-નેકનામ આ ત્રણેય દાતાઓ દ્વારા પ્રાપ્ત શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની કૃતિઓ રજુ કરી દર્શકોને, પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરી દીધા. હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સર્વે ટ્રસ્ટ્રીઓ તથા નેકનામ, રોહિશાળા, હમીરપર ત્રણેય ગામના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત જોડિયા, આમરણ, નાનીબરાર, કેરાળા, સખપર,ભક્તિનગર, નારણકા, ટીંબડી, ચાંચાપર, મોટાખીજડીયા, બંગાવડી, બોડીઘોડી,દેવળિયા, જોધપર, ખજુરડા, થાણાપીપળી, વગેરે ગામના સાથ સહકારથી કાર્યક્રમથી દીપી ઉઠ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવિણભાઈ બી. ભોરણિયા નાનીબરાર દ્વારા થયું હતું. પ્રભુભાઈ ભોરણીયાએ સ્વાગત પ્રવચન, મનસુખભાઈ ભોરણિયાએ પ્રાસંગિક ઉદબોધન તથા શૈલેષભાઈ ભોરણિયાએ આભાર વિધિ કરેલ હતી. તેમ યાદીમાં જણાવાયું છે.