મોરબી : આ વર્ષે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થઈ રહેલા પાકમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે આ અંગે નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, કમોસમી વરસાદના કારણે કપાસમાં આવતા ફૂલ અન જિંડવા ખરવાથી ખેડૂતોને નુકસાન થયું છે. મગફળીના પાથરા હતા તે પલળી જતાં મોટાપાયે નુકસાન થયું છે. હજુ પણ વરસાદની આગાહી હોય નુકસાન વધી શકે છે. તો સરકાર દ્વારા તાત્કાલિક આ નુકસાનીનો સર્વે કરાવવામાં આવ અને સર્વે બાદ ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવામાં આવ તેવી માગ કરાઈ છે. જો આમ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.